ગુમનામ થઇ ગયો – સંદીપ વર્મા

જ્યારથી એમની આંખોમાં ખોવાયો,
દુનિયાને માટે હું ગુમનામ થઇ ગયો.

જ્યાં અમે મળ્યા હતા પહેલી વખત,
એ રસ્તો પણ હવે સૂમસામ થઇ ગયો.

એવી લહેરાઈ એમની ઝુલ્ફોની સાંકળ,
કેદ કરવા નીકળ્યો હતો ગુલામ  થઇ ગયો.

જેને ભરવા જિંદગી ખર્ચી નાખી હતી,
હાથમાંથી છુટ્યો ને ખાલી એ જામ થઇ ગયો.

લોકોએ પ્રણયનું નામ આપી દીધું એને,
જિંદગી ને મૌત વચ્ચે જે વિરામ થઇ ગયો.

અમારી કહાનીનો કેવો અંજામ થઇ ગયો ?
મશહૂર થવા નીકળ્યો’તો ને બદનામ થઇ ગયો.

— સંદીપ વર્મા

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.