જાણવા જેવું : પોતાના મૃત્યુના કાલને જાણવાના ચિહ્નો

શ્રી શિવ મહાપુરાણમાં પાંચમી ઉમાસહિતામાં ૨૫મો અધ્યાયમાં કરેલા વર્ણન મુજબ :

अह: पक्षं तथा मासमृतुं चायन वत्सरौ |
स्थूल सूक्ष्म गतै शिचहनै  वाहरंतर्गर्त्तैस्तथा || ५ ||

પોતાના મૃત્યુનો દિવસ , પખવાડિયું , ઋતુ , અયન , આ બધું આપણી અંદર અને બહાર રહેલા ચિન્હો પરથી જાણી શકાય છે.

શરીરની અંદર ચિહ્નો :
अकस्मातपांडुर   देहमूर्ध्वराग समंततः   |
જો અકસ્માતથી શરીર ફિક્કું પડી જાય અને શરીરનો ઉપરનો ભાગ લાલ થઇ જાય તો પોતાનું મૃત્યુ ૬ મહિનાની અંદર જાણવું.

रविसोमाग्नि संयोगाद्यदोद्योतं  न पश्यति |
कृष्णं सर्व समात्म च षण्मासं जीवितं  तथा | १० |
અગ્નિ , ચંદ્ર અને સૂર્યના સંબંધથી થતા પ્રકાશ જયારે ના જુએ અને વારંવાર બધે કાળું કાળું દેખાય (આંખે અંધારે આવા ) ત્યારે પોતાનું મૃત્યુ ૬ મહિનાની અંદર જાણવું.

वंहस्तो यदा देवि सप्ताहं स्पंदते | ११ |
જ્યારે ડાબો હાથ સતત સાત દિવસ સુધી ફરક્યા કરે માત્ર એક મહિનાનું જીવન શેષ છે.

उन्मीलयंति  गात्राणि तालुकं शुष्यते सदा |
जीवितं तु तदा तस्य मासमेकं न संशय | १२|
જયારે શરીરના અવયવો તુટવા લાગે અથવા ખેંચાવા લાગે અને તાળવું સુકાયા કરે , ત્યારે એક મહિનાનું જીવન નક્કી કરે છે.

अंबुतैलघृतस्थं तु दर्पणो वरवर्णिनि |
न पश्यति यदात्मानं विकृतं पलमेव च | १५ |
જયારે માણસ પાણી , ઘી, તેલ અથવા દર્પણમાં પોતાના પ્રતિબિંબ   દેખે નહિ અથવા બેડોળ કે માંસ રૂપે દેખે ત્યારે પોતાનું મૃત્યુ ૬ મહિનાની અંદર જાણવું.

शिरोहीनाँ यदा छायाँ  स्वकीय भुपलक्षयेत्  |
अथवा छायया हिनो मासमेकं न जीवति | १७ |

જયારે મનુષ્ય પોતાનો પડછાયાને માથા વિનાનો દેખે અથવા શરીરને પડછાયા વિનાનું દેખે તો આયુ એક મહિનાથી ઓછુ જાણવું.

रश्मिहीनं यदा देवि भवेत्सोमार्कमण्डलम्  |
दश्यते पाटलाकारं मासद्वे  न विपद्यते || १९

જ્યારે ચંદ્ર કે સૂર્ય કિરણ રહિત (પ્રભા હીન)  અને લાલ દેખાય તો જાણવું કે મહિનાની અંદર મૃત્યુ છે.

रात्रौ धनुर्यदा  पश्येन्मध्यान्हे  चोल्कपातनम् |
वेष्ट्यते  ग्रघ्रकाकैस्च षण्डमासायुर्न   संशयः || २०

રાત્રે મેઘધનુષ દેખાય , દિવસે ઉલ્કાપાત દેખાય , ગીધ અને કાગડાઓથી ઘેરાયેલો મનુષ્ય નિસંદેહ છ મહિનાની અંદર અવશ્ય મૃત્યુ પામે છે.

 

ઉપરના શ્લોક સિવાય બીજા ઘણા ચિહ્નોના વર્ણન છે જે અહી રજુ નથી કર્યાં, કારણ એ માટે ઊંડું ભૌગોલિક , અને વૈદિક  જ્ઞાન આવશ્યક છે.

 

 

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.