સંત કથા : સુરદાસજી ચરિત્ર પ્રસંગ – ભગવાનની અવિચલ તન્મયતા

દ્રઢ ઇન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરનન કેરો |

શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાંઝ અંધેરો ||

સાધન ઔર નહિ યા કલિમેં, જાસું હોય નિવેરો |

‘સૂર’ કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલકો ચેરો ||


સુરદાસજી જન્મથી અંધ હોવાથી અને એકલા જીવન ગાળતાં હોવાથી , પોતાની સહાયતા માટે ગોપાલ નામનો એક વ્રજવાસી બાળક રાખ્યો હતો.

એક દિવસ સુરદાસજી  પ્રસાદ ગ્રહણ કરવા બેઠાં  અને ગોપાલને કહ્યું કે જળની એક લોટી ભરી બાજુમાં મૂકી રાખજે.  ગોપાલ એ સમયે લીંપણ માટે થોડું ગોબર લેવા બહાર જતો હતો. એને થયું કે બહુ સમય નહિ થાય અને બાબાને જમતાં થોડો સમય લાગશે ત્યાં સુધીમાં હું પાછો પણ આવી જઈશ. આથી એ જળની લોટી ભર્યાં  વગર તરત રવાના થયો.

આ બાજુ સુરદાસજીને એકદમ પ્યાસ લાગી અને આજુબાજુ હાથ ફેરવ્યો પણ લોટી ના મળી. બપોરનો સમય હતો  . વ્રજમાં અત્યંત તાપ હતો  . તરસને લીધે સુરદાસજી વ્યાકુળ થઇ ગયાં  . એ જમાનામાં લોકો ભોજન કરતાં ઉભા ના થતાં અને જન્માંધ હોવાથી સુરદાસજીને પાણીની મટકી પણ ના મળત આથી તેઓ આદ્ર સ્વરે “ગોપાલ” ને બોલાવા લાગ્યાં.

એટલામાં નજીકમાં કોઈએ પાણીનું પાત્ર મુક્યું હોય તેવો અવાજ આવ્યો એમને વિચાર્યું કે ગોપાલ મુકીને ચુપચાપ નીકળી ગયો હશે. આથી એ જળની લોટીથી પોતાની તરસ છીપાવી અને શાંતિથી ભોજન પતાવ્યું  .

આ બાજુ ગોપાલને ઘેર આવતાં થોડો સમય થયો અને તેને રસ્તામાં યાદ આવ્યું કે બાબા પાણી વગર તરસતાં હશે. આથી તે ભાગતો ઘેર આવ્યો અને પાણીનો લોટો ભરી સુરદાસજી જ્યાં ભોજન કરવા બેઠાં હતાં ત્યાં આવ્યો  . અને બોલ્યો “બાબા આ પાણી  ….” અને સ્તબ્ધ થઇ ગયો  . બાબાની બાજુમાં સોનાની સુંદર પાણીની ઝારી  ભરેલી પડી હતી  .

બાબા બોલ્યા કેમ બોલતાં અટકી ગયો ? મેં તને કેટલી હાક મારી હતી જયારે મને તરસ લાગી હતી, સારું થયું તે મારો આવાજ સાંભળ્યો અને પાણી આપતો ગયો.  ગોપાલે કહ્યું બાબા હું ઉતાવળમાં હતો આથી વિચાર્યું કે આવીને પાણી ભરી આપીશ પણ અહી તો મારી ગેરહાજરીમાં કોઈ સોનાની ઝારીમાં આપને પાણી આપી ગયું છે ”

સુરદાસજી તરત સમજી ગયા કે ભગવાન સ્વયં વૈકુંઠ છોડી એમની વહારે આવ્યાં હતાં. સુરદાસજી ગળગળા થઇ ગયાં, અંધ હોવાથી ઠાકોરજીને જોઈ નાં શક્યાં અને પોતાના જેવા પામર જીવ માટે ભગવાન આટલો પરિશ્રમ લીધો એ વિચારથી તે દુ:ખી થઇ ગયાં

પ્રસંગ પરથી એ સમજવાનું છે કે જો તમે ભગવાનનું નામ તન્મયતાથી લેશો તો ભગવાન પણ તમારી પાછળ પાછળ દોડતો આવશે.

ધન્ય છે એ સંત અને ભગવાનની અવિચલ  તન્મયતા

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.