ભક્તોના અભિમાનનો ભંગ (૩): લક્ષ્મણ

પ્રસંગ મુજબ , પ્રભુ શ્રી રામ અને તેમનો અનુજ લક્ષ્મણ, ભગવતી સીતાની શોધમાં પંપા સરોવરને કિનારે , ઋષ્યમૂક પર્વતનાં પ્રદેશમાં ફરતાં આવી પહોંચ્યા. સુગ્રીવ બે વીર પુરુષને આમ ફરતાં જોઇને ગભરાઈ ગયાં અને તેણે હનુમાનજીએ તેમની સાચી ભાળ કાઢવા મોકલ્યાં.

હનુમાનજી વિપ્ર (બ્રાહ્મણ) સ્વરૂપ ધારણ કરી આ બે ભાઈઓને જંગલમાં ફરવાનું કારણ જાણવાનું નક્કી કર્યું. ભગવાનનો પરિચય મેળવ્યા બાદ પવનસુત ગદગદ બની ગયાં  .

जदपि नाथ बहु अवगुन मोरें।

सेवक प्रभुहि परै जनि भोरें।।

नाथ जीव तव मायाँ मोहा।

सो निस्तरइ तुम्हारेहिं छोहा।।

अस कहि परेउ चरन अकुलाई।

निज तनु प्रगटि प्रीति उर छाई।।

પ્રભુના ચરણ પકડી પોતાની ભૂલની માફી માંગી કે તેમણે માયાપતિ સામે માયા રચી, અને

भिक्षुरूपं परित्यज्य वानरं रूपमास्थितः।

પોતાનાં અસલ સ્વરૂપમાં પ્રગટ થયાં  .

तब रघुपति उठाइ उर लावा।

निज लोचन जल सींचि जुड़ावा।।

सुनु कपि जियँ मानसि जनि ऊना।

तैं मम प्रिय लछिमन ते दूना।।

ભગવાને  હનુમાનજીને ઉભાં કરી આંસુ લુછ્યાં અને હનુમાનજીને કહ્યું તમે તો મને લક્ષ્મણજી કરતા બમણાં પ્રિય છો  .

હવે આ સાંભળી લક્ષ્મણજી થોડાં ખળભળી ગયાં. લક્ષ્મણજી તો શેષ નાગના અવતાર હતાં અને ભગવાનની લીલામાં નિત્ય પ્રવેશ હતો  . તેમણે ચૌદ વરસ પર્યંત આહાર, નિદ્રા તજી બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું .  માતાજીનાં લાપતા થવા બાદ એ જ પ્રભુની અખંડ  સેવા કરતાં હતાં.  પોતાનાં સમો સેવક પ્રભુનો કોણ હોઈ શકે. પોતે અનેક કોટી બ્રહ્માંડને પોતાના હજાર મસ્તક પર ટેકો આપે છે અને પોતાનાં ઉપર પ્રભુ પોતે શયન કરે છે, આટલો બધો ભાર ત્રણે લોક અને ચૌદ ભુવનમાં કોણ ઉપાડી શકે ?

છતાં લક્ષ્મણજી આત્મ-નિરીક્ષણ  કરવા લાગ્યાં  . તેમને એ જ્ઞાન થયું કે તેમની સેવામાં કંઈક ઓછું છે  . હનુમાનજી તો પ્રભુને હમણાં મળ્યાં તો એ મારા કરતાં વધુ વ્હાલા કઈ રીતે હોઈ શકે ? પરંતુ તેમને કારણ જડતું નથી . આ ભક્તમાં એવું તો શું છે જે મારી સેવામાં નથી ?

કથા પ્રમાણે , હનુમાનજી પ્રભુ શ્રી રામને વિનંતી કરે છે કે તે સુગ્રીવ જોડે મિત્રતા કરે અને તેનાં દુ:ખોનો નાશ કરે  . પ્રભુ તો ભક્તોને વશ છે એમણે હનુમાનજીની વાત સ્વીકારી અને સુગ્રીવ પાસે લઇ જવા કહ્યું.

હવે હનુમાનજી કહે છે કે “સુગ્રીવ તો ઋષ્યમૂક પર્વત ઉપર છે અને ત્યાં સુધી પદયાત્રા કરતાં ઘણો સમય અને થાક લાગશે કારણકે ત્યાં જવાનો માર્ગ અત્યંત વિકટ છે. આથી આપ કૃપા કરી મારી પીઠ પર બેસી જાવ અને હું ઉડીને તમને ત્યાં પહોંચાડી દઈશ”

અહીં લક્ષ્મણજીને ઘણું આશ્ચર્ય થયું  . એમને વિચાર આવ્યો કે આ વાનર પોતાને કેટલો શક્તિશાળી સમજે છે ?

લક્ષ્મણજીએ હનુમાનજીને કહ્યું “અંજનીપુત્ર, આપનાથી અમારો ભાર નહિ ઊંચકી શકાય, આપ આગળ વધો અમે પદયાત્રા કરતાં આવી પહોચશું”

હનુમાનજી લક્ષ્મણજીનો કટાક્ષ સમજી ગયાં અને કહ્યું ” ભૈયા, આ તો મારે મન રમત વાત છે અને મેં તો નાનપણમાં ઘણાં મિત્રોને મારી પીઠ પર બેસાડીને ફેરવ્યાં છે  . આથી આપ જરા પણ ચિંતા ના કરો અને મારા ખભા ઉપર બિરાજો”

હવે લક્ષ્મણજીને થયું કે હનુમાનજી ખરેખર અજ્ઞાની લાગે છે કે એમને ખબર નથી કે એ સચરાચર જગતના સ્વામી શ્રી રામને ઊંચકવા માંગે છે અને સાથે મને, જે અનંતનો અવતાર છે , જેના ઉપર પર પ્રભુ યોગનિદ્રામાં પ્રવૃત થઇ શયન કરે છે એ બંનેને ઊંચકવા આ તૈયાર થયો છે.

शरण्यस्सर्वभूतानां लोकनाथः पुरा भूत्वा 

પરંતુ ભગવાનનો સેવક હોવાથી થોડી ધીરજ ધરી સ્પષ્ટતા કરતાં કહે છે કે “તમે અમારો ભાર ના ઊંચકી શકો , હું સમસ્ત બ્રહ્માંડનો ભાર ઊંચકું છું અને સાથે પ્રભુ મારા ઉપર બિરાજમાન રહે છે”

હનુમાનજીએ  લક્ષ્મણજીનો “હું” – અહંકાર તરત પકડી પાડ્યો અને પ્રભુ સામે જોયું , પ્રભુ અમી ભરી દ્રષ્ટીએ હસતાં હતા, પ્રભુની માયા  આટલી વિકટ છે  એ જાણી હનુમાનજી ચકિત થઇ ગયાં કે લક્ષ્મણજીની પહોંચેલી કક્ષાએ સેવકને પણ અહંકાર નડે છે . પ્રભુ બધું સહન કરે છે પણ ભક્તોનું અભિમાન સહન નથી કરી શકતાં.તેમણે હનુમાનજીને ઈશારો કર્યો.

પ્રભુની મરજી જાણી , હનુમાનજીએ લક્ષ્મણજીને હસતાં કહ્યું “આપ એક વખત સેવાનો મોકો તો આપો ”

લક્ષ્મણજી ક્રોધિત થઇ જવાબ આપવા જતાં હતાં પરતું પ્રભુ વચ્ચે પડી કહ્યું “ભલે”

હજુ માયાનો પડદો ઊંચકાયો ન હતો આથી અભિમાનમાં વિચારતાં રહ્યા કે આ વાનરને પાઠ ભણાવાની જરૂર છે  આથી એમણે લીલાથી પોતાનો ભાર અનંત ઘણો વધારી દીધો  . હનુમાનજીએ ભગવાનનું સ્મરણ કરી સૌ પ્રથમ પ્રભુને બેસાડ્યાં અને  પછી લક્ષ્મણજીને .

पृष्ठमारोप्य तौ वीरौ जगाम कपिकुञ्जरः

હજુ તો લક્ષ્મણજી બેઠાં ના બેઠાં અને હનુમાનજીએ છલાંગ મારીને માત્ર બે નિમેષમાં પર્વત ઉપર પહોંચી ગયાં  . લક્ષ્મણજી છક્ક થઇ ગયાં એમને વિશ્વાસ નાં બેઠો કે હનુમાનજી આટલા શકિતશાળી હશે . હનુમાનજી તો જાણે કંઈ મહાન કાર્ય ના કર્યું હોય તેમ ભગવાનને અને લક્ષ્મણજીને ઉતારીને, સુગ્રીવ પાસે હાથ જોડી વિનંતી કરી રામજી જોડે મિત્રતા કરવા કહ્યું.

હવે લક્ષ્મણજીનાં અંત:ચક્ષુ ખુલી ગયાં. એમને પોતાની ભૂલ ખબર પડી. હનુંમાનજી દાસ ધર્મમાં રત રહેતાં અને હર હંમેશ પ્રભુને યાદ કરતાં અને દરેક કામનું શ્રેય પ્રભુની કૃપાથી થયું એવું માનતા આથી એમનામાં સદાય દીનતા રહેતી અને પ્રભુને એ ગુણ અતિ પ્રિય છે.

લક્ષ્મણજી તરત દીન થઇ પ્રભુનાં ચરણમાં પડયા, પોતાને સેવા અને શક્તિનું  અહંકાર થઇ ગયું હતું એ જાણી અત્યંત દુ:ખી થઇ ગયાં  . પ્રભુએ હસતાં એમને ઉભા કરી સમજાવ્યું કે આ તો એમની માયા છે જેથી તેઓ ગોથું ખાઈ ગયાં

પછી હનુમાનજી તરફ વળી પોતાની રુક્ષતાની માફી માંગી , હનુમાનજી તો સેવક હતાં એ તો તરત લક્ષ્મણજીને ગળે ભેટ્યાં અને ભક્તને મળ્યાંનો અપૂર્વ આનંદ લેવા લાગ્યાં  .

આ પ્રસંગ પરથી એ સમજવાનું છે કે તમારી પાસે  ગમે તે શક્તિ , સત્તા કે સામર્થ્ય આવે પણ જો નમ્રતા ના આવે તો તમારું પતન નિશ્ચિત છે. લક્ષ્મણજી જેવા અંતરંગ સેવકને પણ અહંકાર  નડે છે આ તો ઠાકોરજી કૃપા કરે તો જ એ નાબુદ કરી શકાય. લક્ષ્મણજીને હનુમાનજી જેવા ભગવદીય સેવકનો સત્સંગ થયો  અને આ અહંકાર તરત નિર્મૂળ થયો .

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.