જીવન દૃષ્ટિ : ‘કોફી’ અને ‘કપ’

એક આખું ગ્રુપ કોલેજ છોડ્યા ના ઘણા વર્ષો પછી પાછું ભેગું થયું.  બધાજ મિત્રો સ્થાઈ હતા અને ઘણા પૈસા કમાઈ રહ્યા હતા. એ લોકો પોતાના માર્ગદર્શક અને પસંદી પ્રોફેસર ના ઘરે ભેગા થયા.

પ્રોફેસર સાહેબે એમની કારકિર્દી વિષે પૂછ્યું. ધીરે ધીરે વાત જીવનમાં વધતા કામનો તણાવ (stress) અને દબાણ (pressure) પર આવી ગઈ. આ મુદ્દા પર બધાજ એકમત હતા, ભલે એ સહુ આર્થિક રીતે ઘણા સદ્ધર હતા પણ હવે એમના જીવનમાં એ મજા, સુખ અને શાંતિ નથી જે પહેલા હતી.
પ્રોફેસર સાહેબ ખુબ ધ્યાનથી વાત સાંભળી રહ્યા હતા, એ અચાનક ઉભા થયા અને કિચનમાં જઈને પાછા આવ્યા અને બોલ્યા,

‘વ્હાલા વિધાર્થીઓ ‘ હું તમારા બધા માટે ગરમા ગરમ ‘કોફી’ બનાવીને આવ્યો છું, પણ તમે સહુ કિચનમાં જઈને પોત-પોતાના માટે ‘કપ’ લેતા આવો.
છોકરાઓ તરત અંદર ગયા ત્યાં જાત જાતના કપ મુક્યા હતા, બધાજ પોતાના માટે સારા માં સારો કપ શોધવા લાગ્યા. કોઈએ ક્રિસ્ટલ નો શાનદાર કપ
ઉઠાવ્યો તો કોઈએ પોર્શીલેન નો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો. બધાના હાથમાં કોફી આવી ગઈ

પછી પ્રોફેશર સાહેબ બોલ્યા, “જો તમે ધ્યાન આપ્યું હોય તો, જે કપ દેખાવમાં શાનદાર અને મોઘાં હતા તમે એજ કપ લીધા છે, સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી.જ્યાં એક તરફ આપણા માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે, ત્યાં બીજી તરફ એ આપણા જીવનમાં સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે.. મિત્રો , એ તો પાક્કું છે કે કપ  કોફીની ગુણવત્તામાં કોઈ બદલાવ નથી લાવતો,  એતો બસ એક સાધન છે જેના માધ્યમથી તમે કોફી પીવો છો. અસલમાં તમને જે જોઈતું હતું એ માત્ર કોફી હતી, કપ નહિ. છતાય તમે બધા શ્રેષ્ઠ કપ ની પાછળજ ભાગ્યા , અને પોતાનો લીધા બાદ બીજાના કપ ને નિહાળવા લાગ્યા.”

હવે એક વાતને ધ્યાનથી  સાંભળો,

“આપણું જીવન કોફી સમાન છે, આપણી નોકરી, પૈસા, દરજ્જો કપ સમાન છે. એ બસ જીવન જીવવાના સાધનો છે.  ખુદ જીવન નહિ… અને
આપણી પાસે કયો કપ છે એ ના તો આપણા જીવનનું મુલ્યાંકન  કરે છે, ના તો એને બદલે છે. કોફી ની ચિંતા કરો, કપ ની નહિ… દુનિયાના સૌથી ખુશકિસ્મત લોકો એ નથી જેની પાસે બધુંજ સર્વ શ્રેષ્ઠ છે, પણ એ લોકો છે જેની પાસે જે છે એનો સર્વ શ્રેષ્ઠ ઉપયોગ કરીને જીવન ને રંગીન બનાવે છે.
માણે છે, અને ભરપુર જીવન જીવે છે. સાદગી થી જીવો, સૌને પ્રેમ કરો, સૌનો ખયાલ રાખો અને જીવનનો આનંદ લો

આજ સાચું જીવન છે…

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.