જાણવા જેવું – દાનનાં પ્રકાર

धर्मादर्थाद्भयात्कामात्कारुण्यादिति भारत।
दानं पञ्चविधं ज्ञेयं कारणैर्यैर्निबोध तत्।।

ભીષ્મ પિતામહ યુધિષ્ઠરને ઉત્તમ દાનનો હેતુ સમજાવતા કહે છે ” દાનનાં પાંચ હેતુ છે – ધર્મ , અર્થ, ભય , કામના, અને દયા.  આ પાંચ કારણોથી દાન પાંચ પ્રકારના માનવામાં આવે છે.

  • ઇર્ષારહિત દાનને “ધર્મયુક્ત” દાન કહેવાય છે.
  • યાચકોનાં મુખથી દાનનાં વખાણ સાંભળી કીર્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી થતાં દાનને “અર્થયુકત” દાન કહેવાય છે.
  • પોતાનાં અનિષ્ટ થવાનાં ભયથી જ્યારે કોઈ વિદ્વાન મૂર્ખને દાન આપે છે તે દાનને “ભયયુકત” દાન કહેવાય છે.
  • જયારે બુદ્ધિમાન મનુષ્ય પોતાનાં પ્રિય મિત્રનાં હિત કરવાનાં હેતુથી દાન આપે તે દાનને “કામના-મૂલક” કહેવાય છે.
  • જ્યારે કોઈ દરિદ્ર ઉપર ઉપકાર ભાવથી મનુષ્ય દાન કરે છે તે દાનને “દયા નિમિત્ત ” કહેવાય છે.

इति पञ्चविधं दानं पुण्यकीर्तिविवर्धनम्।
यथाशक्त्या प्रदातव्यमेवमाह प्रजापतिः।

–મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૨૦૧

આ પાંચ પ્રકારનાં દાન પુણ્ય અને કીર્તિ વધારનારાં છે , પ્રજાપતિનું વચન છે કે દરેક મનુષ્યે પોતાની શક્તિ અનુસાર દાન અવશ્ય કરવું જોઈએ.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.