શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (3૨)

પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો બત્રીસમો પ્રશ્ન છે :

યક્ષનો સવાલ :

कोमोदतेकिमाश्चर्यं कः पन्थाः का च वार्तिका।
वद मे चतुरः प्रश्नान्मृता जीवन्तु बान्धवाः ।।

અર્થાત :  સુખી કોણ છે ? આશ્ચર્ય શું છે ? માર્ગ શું છે ? અને વાર્ત્તા શું છે ?

યુધિષ્ઠિર ઉત્તર આપે છે :

 दिवं स्पृशति भूमिं च शब्दः पुण्येन कर्मणा।
यावत्स शब्दो भवति तावत्पुरुष उच्यते ।।

तुल्ये प्रियाप्रिये यस् सुखदुःखे तथैव च।
अतीतानागते चोभे सवै पुरुष उच्येत ।।

`समत्वं यस्य सर्वेषु निस्पृहः शान्तमानसः।
सुप्रसन्नः सदा योगी स वै सर्वधनी नरः’ ।।

અર્થાત : જે મનુષ્ય પર ઋણ નથી , જે પરદેશમાં સ્થાઈ નથી , જે દિવસનાં  પાચમો  કે છઠ્ઠો ભાગ  ઘરની અંદર ભાત -શાક બનાવી ગુજારે છે તે સુખી છે. દરરોજ અસંખ્ય પ્રાણી યમરાજ પાસે જાય છે તે છતાં જે બાકીના જીવે છે તે સર્વદા એ મૃત્યુને જીતવાની આશા સેવે છે આનાથી વિશેષ આશ્ચર્ય શું હોઈ  શકે ? તર્કની અનેક સ્થિતિ છે. શ્રુતિઓ પણ ભિન્ન ભિન્ન છે. જગતમાં માત્ર એક ઋષિ નથી જેનું વચન પ્રમાણ માનવામાં આવે. અર્થ એ છે કે  ધર્મનું તત્વ અંત્યંત ગુઢ છે એટલે જ જેનાં પર મહાપુરુષો ચાલે તે માર્ગ છે.  જે મહામોહ સ્વરૂપ ભગવાન કાળ  સમસ્ત પ્રાણીઓને ઘડી , માસ, વર્ષ , કલ્પમાં ઘુંટી ઘુંટીને , સૂર્યમાં તપાવીને , રાત દિન રાંધ્યા  કરે છે તે વાર્ત્તા છે

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: