Archive for the ‘અધ્યાય ૧૧૦’ Tag

જાણવા જેવું : બ્રાહ્મણના પ્રકાર

निषेकादीनि कर्माणि यः करोति यथाविधि।
अध्यापयति चैवेनं स विप्रो गुरुरुच्यते।। ५७

— મહાભારત ,આશ્વમેધિક પર્વ , અધ્યાય ૧૧૦

જે બ્રાહ્મણ ગર્ભાધાન આદિ સંસ્કાર વિધિવત કરાવે છે અને વેદ ભણાવે છે , તે બ્રાહ્મણ અધ્યાપક કહેવાય છે.

कृत्वोपनयनं वेदान्योध्यापयति नित्यशः।
सकल्पान्सरहस्यांश्च स चोपाध्याय उच्यते।। ५८

જે ઉપનયન સંસ્કાર કરી કલ્પ અને રહસ્યો સહિત વેદોનું અધ્યન કરાવે છે તે બ્રાહ્મણ ઉપાધ્યાય કહેવાય છે.

साङ्गांश्च वेदानध्याप्य शिक्षयित्वा व्रतानि च।
विवृणोति च मन्त्रार्थानाचार्यः सोभिधीयते।। ५९

જે ષડઙ્ગયુકત (વૈદિક તત્ત્વજ્ઞાનનાં છ દર્શન:  ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા અને વેદાંત) વેદોને ભણાવી , વૈદિક વ્રતોની શિક્ષા આપે અને મંત્રોની વ્યાખ્યા કરે છે ,  તે બ્રાહ્મણ આચાર્ય કહેવાય છે.

एतेषामपि सर्वेषां गरीयान्ज्ञानदो गुरुः।
गुरोः परतरं किंचिन्न भूतं न भविष्यति।। ६०

પણ જ્ઞાન આપનારા ગુરુ આ સહુની અપેક્ષામાં સહુથી શ્રેષ્ઠ છે. ગુરુથી મોટું ભૂતકાળમાં કોઈ થયું છે અને ભવિષ્યમાં કયારે થશે.