Archive for the ‘અધ્યાય ૧૩૬’ Tag

શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૧૩)

 

અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્ધુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ તેરમો શ્લોક છે . ( બારમોશ્લોક )

વન્દ્યુ તેરમાં શ્લોકમાં કહે છે :

त्रयोदशी तिथिरुक्ता महोग्रा
त्रयोदशद्वीपवती मही च।

અર્થાત : તીથીઓમાં “ત્રયોદશી” સૌથી ઉત્તમ મનાય છે. પૃથ્વી પર પણ તેર દ્વીપની ગણના છે. (ઇંદ્રદ્વીપ, કરોરુમત, તામ્રવર્ણ, ગભસ્તિમત, નાગદ્વીપ, સૌમ્ય, ગાંધર્વ , વારુણ. કુમારક, ભદ્રાશ્વ, કેતુમાલ, જંબુદ્વીપ અને ઉત્તરકુરુજંબુદ્વીપ)

અહીં વન્દ્યુ અટકી જાય છે અને પોતાનો શ્લોક પૂરો નથી કરી શકતો . આથી અષ્ટવક્રાજી એ શ્લોક પૂરો કરે છે .

त्रयोदशाहानि ससार केशी
त्रयोदशादीन्यतिच्छन्दांसि चाहुः ।।

અર્થાત : અગ્નિ, વાયુ અને સૂર્ય આ ત્રણે દેવતા તેર દિવસ સુધી યજ્ઞોમાં વ્યાપક રહે છે . અને વેદોમાં પણ ૧૩ પ્રકારના “અતિછંદ” જણાવ્યાં છે .

આમ અષ્ટવક્રા આ શાસ્ત્રચર્ચા જીતી જાય છે .

મહાભારત , અરણ્ય પર્વ , અધ્યાય ૧૩૬