Archive for the ‘કણ્વ ઋષિ’ Tag

જાણવા જેવું – શ્રેષ્ઠ મહર્ષિ

ભીષ્મ પિતામહ મહારાજ યુધિષ્ઠરને  શ્રેષ્ઠ મહર્ષિ  વિશે જણાવતાં કહે છે –

यवक्रीतश्च रैभ्यश्च अर्वावसुपरावसू।
औशिजश्चैव कक्षीवान्बलश्चाङ्गिरसः सुतः।।

ऋषिर्मेधातिथेः पुत्रः कण्वो बर्हिषदस्तथा।
महेन्द्रगुरवः सप्त प्राचीं वै दिशमाश्रिताः।

-મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૨૫૫

યવક્રીત , રૈભ્ય , અર્વાવસુ , પરાવસુ , ઉશિજનાં  પુત્ર કક્ષીવાન , અંગિરાનંદન બલ , અને મેઘતિથીનાં પુત્ર કણ્વ ઋષિ શ્રેષ્ઠ મહર્ષિઓમાં ગણના થાય છે
ભીષ્મ પિતામહ મહારાજ યુધિષ્ઠરને જણાવતાં કહે છે  તે સાતે મહર્ષિ મહેન્દ્રનાં ઋત્વિજ (ગુરુ) છે અને પૂર્વ દિશામાં નિવાસ કરે છે.

उन्मुचुः प्रमुचुश्चैव स्वस्त्यात्रेयश्च वीर्यवान्।
दृढव्यश्चोर्ध्वबाहुश्च तृणसोमाङ्गिरास्तथा।।

मित्रावरुणयोः पुत्रस्तथाऽगस्त्यः प्रतापवान्।
धर्मराजर्त्विजः सप्त दक्षिणां दिशमाश्रिताः।।

ઉન્મુચુ , પ્રમુચુ , સ્વસ્ત્યાત્રેય  , દ્રઢવ્ય , તૃણ , ઊર્ધ્વબાહુ, સોમઅંઙ્ગિરા   અને મિત્રાવરુણનો પુત્ર મહાપ્રતાપી  અગત્સ્ય ઋષિ આ સાતે ધર્મરાજનાં (યમ) ઋત્વિજ (ગુરુ) છે અને તે સહુ દક્ષિણ દિશામાં નિવાસ કરે છે.

दृढेयुश्च ऋतेयुश्च परिव्याधश्च कीर्तिमान्।
एकतश्च द्वितश्चैव त्रितश्चादित्यसन्निभाः।।

अत्रेः पुत्रश्च धर्मात्मा ऋषिः सारस्वतस्तथा।
वरुणस्यर्त्विजः सप्त पश्चिमां दिशमाश्रिताः।।

દ્રઢેષુ , ઋતેયુ , એકત , પરિવ્યાધ , દ્વિત, ત્રિત અને અત્રિનાં પુત્ર સારસ્વત મુનિ તે સાતે વરુણનાં ઋત્વિજ (ગુરુ) છે અને પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે .

अत्रिर्वसिष्ठो भगवान्कश्यपश्च महानृषिः।
गौतमश्च भरद्वाजो विश्वामित्रोथ कौशिकः।।

ऋचीकतनयश्चोग्रो जमदग्निः प्रतापवान्।
धनेश्वरस्य गुरवः सप्तैते उत्तराश्रिताः।।

અત્રિ , ભગવાન વશિષ્ઠ , મહર્ષિ કશ્યપ , ગૌતમ , ભરદ્વાજ , વિશ્વામિત્ર , અને ઋચિક નંદન જમદગ્નિ  તે સાતે કુબેરનાં ઋત્વિજ (ગુરુ) છે અને ઉત્તર દિશામાં નિવાસ કરે છે