Archive for the ‘તુલસી’ Tag

જાણવા જેવું – તુલસીનું માહાત્મ્ય

પદ્મ પુરાણમાં ભગવાન શંકર કર્તિકેયજીને સૃષ્ટિ ખંડનાં ૬૦માં  અધ્યાયમાં તુલસીનું મહાત્મય  જણાવતા કહે છે:


सर्वेभ्यः पत्र्पुष्पेभ्यः सतमा तुलसीशिवा
सर्वकाम प्रदाशुद्धा वैष्णवी विष्णु सुप्रिया || १०५

દરેક પ્રકારના પાંદડા અને પુષ્પોમાં “તુલસી ” શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે પરમ મંગલમયી  , સમસ્ત કામનાઓને પૂર્ણ કરવાવાળી, શુદ્ધ, અને શ્રી વિષ્ણુને પરમ પ્રિય તથા “વૈષ્ણવી” નામ ધારણ કરવાવાળી છે.

 

भुक्ति मुक्ति प्रदा मुख्यास लोक परा शुभा |

 

તે સંપૂર્ણ લોકમાં શ્રેષ્ઠ , શુભ, તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરવાવાળી છે


कुलं शीलं कल त्रंच पुत्रंदु हितरं तथा
धनं राज्यम रोगत्वं ज्ञानं विज्ञान मेवच | ११२


वेदवेदांगशास्त्रं च पुराणागमसंहिताः |
सर्वंकरगतंमन्ये तुलस्यभ्यर्चनेहरेः || ११३

તુલસીદલથી ભગવાનની પૂજા કરી લીધા પછી કાંતિ , સુખ , ભોગ્યસામગ્રી , યશ , લક્ષ્મી , શ્રેષ્ઠ કુલ , શીલ , પત્ની , પુત્ર , કન્યા , ધન, રાજ્ય, આરોગ્ય , જ્ઞાન , વિજ્ઞાન , વેદ , વેદાંગ , શાસ્ત્ર , પુરાણ , તંત્ર , અને સંહિતા – આ સહુ કોઈ વસ્તુ હથેળીમાં જાણવી .


तत्र केशव सान्निध्यं यत्रस्तितुलसीवनम् |
तत्र  ब्रह्मा  च कमला सर्व देवगणौः सह || ११८

જ્યાં તુલસીનું વન છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની સમીપતા છે. અને ત્યાં જ બ્રહ્મા અને લક્ષ્મીજી સમસ્ત દેવતાઓ સાથે વિરાજમાન છે.

ગરુડ પુરાણમાં ભગવાન કહે છે :


तुलसीविटपच्छाया  यत्रास्ति भवतापहा ||
तत्रैव मरणान्मुक्तिः सर्वदा दानदुर्लभा ||  ६

સંસારનો તાપ દુર કરનારી તુલસીના વૃક્ષ નીચે જો કોઈનું મૃત્યુ થાય તો દાન કર્યાથી પણ જે મુક્તિ પ્રાપ્ત ન થાય તે મુક્તિનો અધિકાર મળે છે


तुलसी विटपस्थानं यस्यावतिष्ठते ||
तदगृहं तीर्थ हि न यांति यमकिंकराः  || ७

જેના ઘરમાં તુલસીનું વૃક્ષ છે તેના ઘરને તીર્થ સમાન પવિત્ર ઘણવું.


तुलसी मंजरीयुक्तो  यरतु प्राणान्विमुंचति ||
यमस्तं नेक्षितुं शक्तौ युक्तं पापशतैरपि || ८

તુલસીને માત્ર બિયાંવાળી ડાંખળી આવી હોય અને તો પણ પ્રાણનો ત્યાગ કરે , તે  ભલે મહા પાપી હોય, યમ તેની સામે જોઈ શકતો નથી.


वृंदा,वृन्दावनी,विश्वपुजिता,विश्वपावनी ।
पुष्पसारा,नंदिनी च तुलसी,कृष्णजीवनी ।।
एत नाम अष्टकं चैव स्त्रोत्र नामार्थ संयुतम ।
य:पठेत तां सम्पूज्य सोभवमेघ फलं लभेत ।।

અર્થાત: વૃંદા , વેદવાણી , વિશ્વપુજિતા , પુષ્પ સારા , નંદિની , તુલસી અને કૃષ્ણજીવની  – આ આઠ તુલસીનાં પ્રિય નામ છે
જે કોઈ તુલસીની પૂજા આ આઠ નામોના પાઠ સાથે કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે.

 

या दृष्टा निखिलाघसंघशमनी स्पृष्टा वपुः पावनी
रोगाणामभिवंदिता निरसनी सिक्तांतकत्रासिनी
प्रत्यासत्ति विधायिनी भगवतः कृष्णस्य संरोपिता
न्यस्ता तच्चरणे विमुक्तिफलदा तस्यै तुलस्यै नमः ६८

-પદ્મ પુરાણ , પાતાળ ખંડ – અધ્યાય ૭૯

આ શ્લોક તુલસી પૂજામાં ઉચ્ચારણ કરવો

અર્થાત – જેનાં દર્શન કરવાથી સર્વ પાપસમુદાયનો નાશ કરે , છે સહર્ષ કરવાથી શરીરને પવિત્ર કરે છે , પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે , જળ સીંચવાથી યમરાજનો ભય દૂર કરે છે , આરોપિત કરવાથી ભગવાન શ્રી કૃષની સમીપ લઇ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણનાં ચરણોમાં ચઢાવવાથી મોક્ષ રૂપી ફળ પ્રદાન કરે છે – એ તુલસીદેવીને પ્રણામ છે