Archive for the ‘ત્યાગનાં પ્રકાર’ Tag

શાસ્ત્રવિધાન: ત્યાગનાં પ્રકાર

સનસુજાત મુની મહારાજ ધૃતરાષ્ટ્રને તત્વ ઉપદેશ આપતા કહે છે : — ઉધોગ પર્વ , મહાભારત ૪૩ અધ્યાય

श्रेयांस्तु षड्विधस्त्यागस्तृतीयो दुष्करो भवेत् ।
तेन दुःखं तरत्येव भिन्नं तस्मिञ्जितं कृते ।।

અર્થાત : ત્યાગનાં છ પ્રકાર છે , આ બધાં ઉત્તમ છે , પણ એમાં ત્રીજો (કામ ત્યાગ) અત્યંત દુષ્કર છે , જેના દ્વારા અનેક દુ:ખોને મનુષ્ય નિશ્ચય પર કરે છે. કામનો ત્યાગ કરવાથી મનુષ્ય સર્વ જીતી લે છે.

श्रेयांस्तु षड्विधस्त्यागः श्रियं प्राप्य न हृष्यति ।
इष्टापूर्ते द्वितीयं स्यान्नित्यवैराग्ययोगतः ।।

અર્થાત : રાજન , ધન કમાવીને પણ જે હર્ષિત નથી થતો – એ પ્રથમ ત્યાગ છે. યજ્ઞ, હોમ આદિ પ્રવૃત્તિમાં , કુવો , તળાવ અને બગીચા બનાવવામાં ધન ખર્ચ કરવો એ બીજો ત્યાગ છે.

कामत्यागश्च राजेन्द्र स तृतीय इति स्मृतः ।।
अप्यवाच्यं वदन्त्येतं स तृतीयो गुणः स्मृतः ।।

અર્થાત : સદા વૈરાગ્ય રહીને કામનો ત્યાગ કરવો , એ જ ત્રીજો ત્યાગ છે . આવા ત્યાગીને સચ્ચિદાનંદ સ્વરૂપ ઓળખાય છે. આ ત્યાગ સર્વ ત્યાંગોમાં વિશેષ ગુણ મનાય છે

न च कर्मस्वसिद्धेषु दुःखं ते न च न ग्लपेत्।
सर्वैरेव गुणैर्युक्तो द्रव्यवानपि यो भवेत् ।।

અર્થાત : કોઈ અપ્રિય ઘટના થવા છતાં , જેને કોઈ પ્રકારની વ્યથા પ્રાપ્ત ના થાય – એ ચોથા પ્રકારનો ત્યાગ છે.

अप्रिये च समुत्पन्ने व्यथां जातु न गच्छति।
इष्टान्पुत्रांश्च दारांश्च न याचेत कदाचन ।

અર્થાત : પોતાને ગમતાં વ્યક્તિઓ ( સ્ત્રી-પુત્ર) માટે ક્યારે યાચનાં ના કરે , એ પાંચમો ત્યાગ છે

अर्हते याचमानाय प्रदेयं तच्छुभं भवेत्।
अप्रमादी भवेदेतैः स चाप्यष्टगुणो भवेत् ।।

અર્થાત : સુયોગ્ય યાચક આવે ત્યારે યથાયોગ્ય દાન આપે , એ છઠ્ઠો ત્યાગ છે. આ સહુ ત્યાગથી કલ્યાણ થાય છે અને મનુષ્ય સદા સચેત રહે છે.