Archive for the ‘દેવી સ્તુતિ’ Tag

દેવી સ્તુતિ – તુલસી

या दृष्टा निखिलाघसंघशमनी स्पृष्टा वपुष्पावनी
रोगाणामभिवन्दिता निरसनी सिक्तान्तकत्रासिनी।
प्रत्यासत्तिविधायिनी भगवत: कृष्णस्य संरोपिता
न्यस्ता तच्चरणे विमुक्तिफलदा तस्यै तुलस्यै नम: ॥

 

અર્થાત –

જેનાં દર્શન સર્વ પાપનો નાશ કરે છે , સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર કરે છે , પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે , જળમાં સિંચન કરવાથી યમરાજને (મૃત્યુ) ને ભય પહોંચાડે છે , આરોપણ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની નજીક લાવે છે અને ભગવાનનાં ચરણોમાં ચઢાવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, એવા તુલસી દેવીને નમસ્કાર છે