Archive for the ‘પાતાળ ખંડ – અધ્યાય ૭૯’ Tag

જાણવા જેવું : ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિ ૩૨ સેવા-અપરાધ

ક્યારેક મંદિરમાં દર્શન કરતાં તમને ધક્કો વાગે તો તમે સમસમી ઉઠો છો , ક્યારેક તો સામે ધક્કો મારો છો. ક્યારેક કોઈ ઓળખીતું દેખાય તો , વાતે વળગી પાડો છો.. ક્યારેક આંખેથી દર્શન કરો છો અને મનથી પગરખાંની ચિંતામાં રહો છો. ક્યારેક દર્શનની વાર હોય તો એક ઝોકું ખાવ છો તો કયારેક થાકેલા હોવાથી લાંબા પગ  કરી બેસો છો. ઘરમાં ફોનની કે દરવાજાની  ઘંટડી વાગે એટલે સેવા કરતાં ઉભા થાવ અથવા નોકરને ઘાંટો પાડી કામ કરવા કહો. આ બધાં દોષ જે લોકો ભક્તિમાર્ગને  અનુસરે છે તેને માટે આલેખાયા છે. અને મોટા ભાગે ઘરમાં થતી સેવા કે મંદિરમાં દર્શન વખતે થતી ભૂલો માટે છે.  તે નીચે જણાવેલી યાદી ઉપરથી જાણવા મળશે. આપણી ભૂલોનો તો હિસાબ નથી. આશા છે કે , ભવિષ્યમાં જયારે ભગવાનનાં દર્શન કરો તો આ ભૂલો ફરી ના કરીએ.

पुरतो वासुदेवस्य न स भागवतः कलौ
यानैर्वा पादुकाभिर्वा यानं भगवतो गृहे ३६
देवोत्सवेष्वसेवा च अप्रणामस्तदग्रतः
उच्छिष्टे चैव चाशौचे भगवद्वंदनादिकम् ३७
एकहस्तप्रणामश्च तत्पुरस्तात्प्रदक्षिणम्
पादप्रसारणं चाग्रे तथा पर्यंकसेवनम् ३८
शयनं भक्षणं चापि मिथ्याभाषणमेव च
उच्चैर्भाषामिथो जल्पो रोदनानि च विग्रहः ३९
निग्रहानुग्रहौ चैव स्त्रीषु च क्रूरभाषणम्
केवलावरणं चैव परनिंदापरस्तुतिः ४०
अश्लीलभाषणं चैव अधोवायुविमोक्षणम्
शक्तौ गौणोपचारश्च अनिवेदितभक्षणम् ४१
तत्तत्कालोद्भवानां च फलादीनामनर्पणम्
विनियुक्तावशिष्टस्य प्रदानं व्यंजनस्य यत् ४२
स्पष्टीकृत्याशनं चैव परनिंदा परस्तुतिः
गुरौ मौनं निजस्तोत्रं देवतानिंदनं तथा ४३

પદ્મ પુરાણ , પાતાળ ખંડ – અધ્યાય ૭૯

શાસ્ત્રોમાં જણાવ્ય મુજબ  સેવા-અપરાધનાં  ૩૨ પ્રકાર છે.

૧. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે અન્ય કોઈને પ્રણામ કરવું.

૨. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે અન્ય કોઈની સ્તુતિ કરવી.

૩. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે અન્ય કોઈની નિંદા કરવી.

૪. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે અન્ય કોઈને નિષ્ઠુર વચન કહેવા.

૫. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે અન્ય કોઈને પીડા પહોંચાડવી.

૬. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે પગ પસરાવીને બેસવું.

૭. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે ઊંઘી જવું.

૮.  શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે જુઠું બોલવું.

૯. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે ઘાંટા પાડી બોલવું

૧૦. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે ચીસાચીસ કરવી.

૧૧. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે અંદર અંદર વાતો કરવી.

૧૨. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે કલેહ કરવો.

૧૩. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે ભોજન લેવું.

૧૪. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે અન્ય કોઈ પર અનુગ્રહ કરવો.

૧૫. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે કાંબળાથી શરીર ઢાંકી દેવું

૧૬. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે અપશબ્દ શબ્દો બોલવા.

૧૭. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે અધ:વાયુનો  ત્યાગ કરવો.

૧૮. શ્રી ભગવાનને પીઠ દેખાડી બેસવું

૧૯. શ્રીમૂર્તિનાં  દર્શન કરી પ્રણામ ન કરવાં

૨૦. શ્રી ભગવાનના શ્રીવિગ્રહની સામે બંન્ને  પગના ઘૂંટણ ઊંચા રાખી , હાથ લપેટીને તેમની પ્રત્યક્ષ બેસવું .

૨૧. સવારી પર બેસીને અથવા પગમાં ચંપલ પહેરી શ્રી ભગવાનનાં દર્શને મંદિરમાં જવું.

૨૨. રથયાત્રા, જન્માષ્ટમી, આદિ ઉત્સવો ના કરવાં અથવા એ ઉત્સવોના દર્શન ના કરવાં

૨૩. પરિક્રમા કરતી વખતે ભગવાન ની સામે ઉભા રહ્યા વગર ફરી પરિક્રમા ચાલુ કરવી અથવા એમની સામે પરિક્રમા કરતા રહેવું.

૨૪. ગુરુને અભ્યર્ચના, કુશળ પ્રશ્નો અને તેમનું સ્તવન નાં કરવું

૨૫. અશુચિ અવસ્થામાં શ્રી ભગવાનનાં દર્શન કરવાં.

૨૬. કોઈ પણ અન્ય દેવતાની નિંદા કરવી

૨૭. પોતાના મુખથી પોતાની પ્રશંસા કરવી

૨૮. સંપન્ન હોવા છતાં ભગવાનની સામાન્ય વિધિથી ભગવાનની સેવા કરવી.

૨૯.એક હાથેથી પ્રણામ કરવું

૩૦. કોઈ પણ શાક અથવા ફળ આદિનો આગલો ભાગ તોડી ને શ્રી ભગવાનને વ્યંજન માટે ધરવું

૩૧. જે ઋતુમાં જે ફળ થાય તે સમય પહેલા ભગવાને તે ફળ ધરવું

૩૨. શ્રી  ભગવાનને નૈવેધ ધરાવ્યાં  પહેલાં કોઈ પણ ખાવા-પીવાની વસ્તુને આરોગવું

%d bloggers like this: