Archive for the ‘બલિ’ Tag

શ્લોક – રક્ષાપોથી

ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ યુધિષ્ઠીરને શ્રાવણ પૂર્ણીમાની રક્ષા બંધનની વિધિ અને મંત્રનો બોધ આપતાં કહે છે :

येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:।
तेन त्वामनुबध्नामि रक्षे मा चल मा चल।।

— ભવિષ્ય પુરાણ , ઉત્તર પર્વ , અધ્યાય ૧૩૭

આ મંત્ર પુરોહિત પુરોહિત અથવા બ્રાહ્મણો પોતાના યજમાનનાં  જમણા હાથે રક્ષાપોથી બાંધતાં બોલે છે :

અર્થાત : આ રક્ષાસૂત્ર જેનાં દ્વારા દાનવોનો મહાપરાક્રમી રાજા બલિને ધર્મના બંધનમાં (પ્રયુક્ત) કરવામાં આવ્યા હતા , એ જ પ્રમાણે હું તમને ધર્મ માટે પ્રતિબદ્ધ કરું છું , માટે હે રક્ષે તમે સ્થિર રહેજો , (અને  સાવધાન બની કહે છે ) સ્થિર રહેજો.