Archive for the ‘ભીમ’ Tag

પૌરાણિક દ્રષ્ટાંત કથા – સ્વર્ગારોહણ

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું. પાંડવોનો મહાવિજય થયો હતો. મહારાજ યુધિષ્ઠિરે સર્વત્ર યથાયુક્ત ધર્મનું સ્થાપન કરી પાંત્રીશ વર્ષપર્યંત ઘણી નીતિયુક્ત રાજ્ય કર્યું. અનેક મહાન યજ્ઞો કર્યા . જયારે તેમણે ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામગમનનાં સમાચાર મળ્યાં કે તરત પાંચ પાંડવો અને દ્રૌપદીએ  હસ્તિનાપુરનું રાજ્યનો ત્યાગ કરી  વન્યપ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો .

પાંચ પાંડવો અને દ્રૌપદી સદેહે સ્વર્ગે જતાં હતાં. રસ્તામાં યુધિષ્ઠિર સિવાયના સૌના દેહ પડતા જતા હતા અને દરેક જણ સદેહે સ્વર્ગમાં શા માટે નથી જઇ શકતો અને રસ્તામાં જ કેમ અવસાન પામે છે તેનું રહસ્ય ભીમ યુધિષ્ઠિરને પૂછતા હતા. યુધિષ્ઠિર તેના તાર્કિક અને સંતોષ થાય તેવો જવાબ આપતા હતા.

એ મહાપ્રસ્થાનનો પંથ તેમણે હિમાલય રોહણથી નક્કી કર્યો હતો .  આ દેહોત્સર્ગના માર્ગમાં સૌથી પહેલું  મૃત્યુ દ્રૌપદીનું થયું હતું. 

नाधर्मश्चरितः कश्चिद्राजपुत्र्या परंतप।
कारणं किंनु तद्ब्रूहि यत्कृष्णा पतिता भुवि।।

ભીમે પૂછ્યું કે ” પાંચાલીએ જીવનમાં કયારે કોઈ પાપ નથી કર્યું તો પછી તે કયા કારણથી અહીં ઢળી પડી ? “

पक्षपातो महानस्या विशेषेण धनंजये।
तस्यैतत्फलमद्यैषा भुङ्क्ते पुरुषसत्तम।। ६

ત્યારે યુધિષ્ઠિર કહે છે કે, ‘તે આપણી માતાના વચનને કારણે આપણને પાંચેયને પરણી હતી , પરંતુ હકીકત એ છે કે એના પ્રેમમાં પક્ષપાત હતો .  તે સ્વયંવરમાં જીતનાર અર્જુનને  વિશેષ ચાહતી હતી. આ ભેદ-ભાવ નીતિને કારણે સ્વર્ગના દ્વાર તેને માટે બંધ  છે .”

થોડું અંતર ગાળ્યા બાદ સહ્દેવનું પતન થયું.

योऽयमस्मासु सर्वेषु शुश्रूषुरनहंकृतः।
सोयं माद्रवतीपुत्रः कस्मान्निपतितो भुवि।। ९

ત્યારે ભીમે કહ્યું ” સહદેવ તો હંમેશા આપણી સેવામાં સંલગ્ન રહેતો હતો અને તમારી પાસે કયારેય અહંકાર ફરકવા નથી દીધો તો કયા કારણથી તે ધરાશાયી થયો ?”

आत्मनः सदृशं प्राज्ञं नैषोऽमन्यत कञ्चन।
तेन दोषेण पतितो विद्वानेष नृपात्मजः।। १०

ત્યારે યુધિષ્ઠિર કહે છે કે, ” સહદેવ પોતાના જેવો વિદ્વાન (તે ત્રિકાળ જ્ઞાની હતો ) બીજા કોઈને ગણતો હતો. આ જ્ઞાનનું અભિમાનને કારણે સ્વર્ગના દ્વાર તેને માટે બંધ  છે .”

દ્રૌપદી અને સહ્દેવના પતનથી નકુલે વ્યાકુળ થઇ દેહ છોડ્યો. આ જોઈ ભીમે ફરી પ્રશ્ન કર્યો

योऽयमक्षतधर्मात्मा भ्राता वचनकारकः।
रूपेणाप्रतिमो लोके नकुलः पतितो भुवि।। १४

” જેના રૂપ સમાન સંસારમાં કોઈ નથી, જેણે ધર્મમાં ક્યારે ત્રુટી નથી કરી અને હંમેશા આપણી આજ્ઞાનું પાલન કર્યું છે તે આપનો પ્રિય બાંધવ નકુલ શા કારણથી અહીં ઢળી પડ્યો ? ”

रूपेणि मत्समो नास्ति कश्चिदित्यस्य दर्शनम्।
अधिकश्चाहमेवैक इत्यस्य मनसि स्थितम्।। १६

ત્યારે યુધિષ્ઠિર કહે છે કે, ” તેના પતનનું કારણ હતું તેના સ્વરૂપનું અભિમાન. તેને અભિમાન હતું કે આ સંસારમાં એના જેવો સ્વરૂપવાન કોઈ નથી ( જયારે ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન, સાક્ષાત કામદેવનો અવતાર મનાય છે.) આ કારણે સ્વર્ગના દ્વાર તેને માટે બંધ  છે .”

આ ત્રણેના પતનથી અર્જુનને બહુ અનુતાપ થયો અને તેણે દેહ છોડ્યો. આ જોઈ ભીમે ફરી પ્રશ્ન કર્યો

अनृतं न स्मराम्यस्य स्वैरेष्वपि महात्मनः।
अथ कस्य विकारोऽयं येनायं पतितो भुवि।। २०

“મહાત્મા અર્જુને કયારે પરિહાસમાં પણ અસત્ય નથી બોલ્યા તો કયા કારણસર તેમણે અહીં પૃથ્વી પર દેહ છોડ્યો.”

एकोहं निर्दहेयं वै शत्रूनित्यर्जुनोऽब्रवीत्।
न च तत्कृतवानेष शूरमानी ततोपतत्।। २१

अवमेने धनुर्ग्राहानेष सर्वांश्च फल्गुनः।
तथा चैतन्न तु तथा कर्तव्यं भूतिमिच्छता।। २२

ત્યારે યુધિષ્ઠિર કહે છે કે, ” તેના પતનનું કારણ હતું તેના બળનું અભિમાન. તેને અભિમાન હતું કે આ સંસારમાં એના જેવો ધર્નુરધારી આ સંસારમાં  કોઈ નથી અને તે પોતાના સર્વ શત્રુઓનો એક દિવસમાં નાશ કરશે (પણ તે કરી નાં શક્યો અને સાથે સંસારના સર્વ ધર્નુરધારીનું અપમાન કર્યું). પોતાનું કલ્યાણ કરવા માટે બીજાનું અપમાન કયારે ના કરવું જોઈએ. આ કારણે સ્વર્ગના દ્વાર તેને માટે બંધ  છે .”

સૌથી છેલ્લે ભીમનું પતન થયું

भोभो राजन्नवेक्षस्व पतितोहं प्रियस्तव।
किंनिमित्तं च पतनं ब्रूहि मे यदि वेत्थ ह।। २४

તેણે જોરથી અવાજ આપી યુધિષ્ઠિરને પૂછ્યું ” હે રાજન અહીં જરા જુઓ. હું તમારો પ્રિય ભીમસેન કયા કારણથી અહીં પૃથ્વી પર મરણ પામું છું ?”

अतिभुक्तं च भवता प्राणेन च विकत्थसे।
अनवेक्ष्य परं पार्थ तेनासि पतितः क्षितौ।। २५

ત્યારે યુધિષ્ઠિર કહે છે કે, “હે ભીમ, તું બહુ ખાતો હતો અને બીજા સહુને કાંઈ ના સમજીને પોતાના બળની ખોટી બઢાઈ હાંકતો હતો.. તારા આ દંભ સ્વભાવને કારણે સ્વર્ગના દ્વાર તેને માટે બંધ  છે .”

નિરાભિમાની અને સદાચારી મનુષ્ય જે ધર્મનાં માર્ગ પર ચાલે છે તેને સ્વર્ગમાં જતાં કોઈ રોકી શકતું  નથી. મહાત્મા યુધિષ્ઠિર સદેહે સ્વર્ગમાં જાય છે, પણ તે પહેલાં તેમને પણ નર્કનું મુખ જોવું પડે છે. જેની કથા ભવિષ્યમાં આલેખીશ.

આ કથા મહાભારતનાં મહાપ્રાસ્થાનિક પર્વના  ૧૭ માં અધ્યાયમાંથી પ્રસ્તુત કરેલ છે.

%d bloggers like this: