Archive for the ‘મનપસંદ કવિતાઓ’ Tag

મનપસંદ કવિતા : નથી મળતો (અજ્ઞાત )

‘પુરાવો’ કોઈ પણ ‘નક્કર’ નથી મળતો,
મળે છે ‘નાગ’.. પણ ‘શંકર’ નથી મળતો.
નકામો શોધશો ના.. બંધ છે પડદા,
પતે ‘સર્કસ’ પછી.. ‘જોકર’ નથી મળતો.

પ્રભુને માત્ર મારે એટલું પુછવું છે..
ગરીબોને કાં કદી ‘ઈશ્વર’ નથી મળતો.?
હસાવી દે, રડાવી દે, બે પળમાં જે,
લખે એવી ગઝલ એવો ‘શાયર’ નથી મળતો.

‘અરીસા’માં નહીં શોધો તમે ‘માણસ’,
‘બહાર’ હોય છે એવો.. એ ‘અંદર’ નથી મળતો.

— અજ્ઞાત

%d bloggers like this: