Archive for the ‘રામ રાજ્યનું વર્ણન’ Tag

જાણવા જેવું: રામ રાજ્યનું વર્ણન

દેવર્ષિ નારદ રાજા સૃઞ્જંયને  “રામ રાજ્ય” નું વર્ણન કરતા કહે છે:

नाधनो यस्य विषये नानर्थः कस्यचिद्भवेत्।
सर्वस्यासीत्पितृसमो रामो राज्यं यदन्वशात्।।

દશરથ નંદન શ્રી રામનાં રાજ્યમાં કોઈ સ્ત્રી વિધવા ન હતી , કોઈ અનાથ ન હતું , તે પ્રજાને પોતાના સંતાન ની સમાન રાખતા હતા.

कालवर्षी च पर्जन्यः सस्यानि समपादयत्।
नित्यं सुभिक्षमेवासीद्रामे राज्यं प्रशासति।।

ત્યારે મેઘ સમયપર વર્ષા કરતા હતા , સમયસર અન્ન પાકતું હતું , સર્વદા સુકાળ રહેતો હતો.

प्राणिनो नाप्सु मञ्जन्ति नानर्थे पावकोऽदहत्।
न व्यालतो भयं चासीद्रामे राज्यं प्रशासति।।

તે સમયે કોઈ જીવ પાણીમાં ડૂબીને મરતો ન હતો . કોઈને અગ્નિ થી કષ્ટ પહોચતું ન હતું . ક્યારે કોઈ રોગોનો ભય ન હતો .

आसन्वर्षसहस्रिण्यस्तथा वर्षसहस्रकाः।
अरोगाः सर्वसिद्धार्था रामे राज्यं प्रशासति।।

દરેક સ્ત્રી અને પુરુષનું આયુ સહસ્ત્ર વર્ષોનું હતું . અનેક પ્રકારની સિદ્ધિ સર્વદા હાજર રહેતી હતી .

नान्योन्येन विवादोऽभूत्स्त्रीणामपि कुतो नृणाम्।
धर्मनित्याः प्रजाश्चासन्रामे राज्यं प्रशासति।।

કોઈ પણ જાતનો વિવાદ સ્ત્રીઓ વચ્ચે થતો ન હતો , પછી પુરુષોની વાત જ ક્યાં ? મૂર્તિમાન ધર્મ  પ્રજા વચ્ચે બિરાજમાન હતો .

संतुष्टाः सर्वसिद्धार्था निर्भयाः स्वैरचारिणः।
नराः सत्यव्रताश्चासन्रामे राज्यं प्रशासति।।

પ્રજા હંમેશા સંતુષ્ટ , પૂર્ણકામ , નિર્ભય , સ્વેછાનુસાર આચરણ કરનાર , અને સત્યવાદી હતાં .

नित्यपुष्पफलाश्चैव पादपा निरुपद्रवाः।
सर्वा द्रोणदुघा गावो रामे राज्यं प्रशासति।।

વૃક્ષ નિત્ય ફળ અને પુષ્પથી લાદેલા રહેતાં હતાં , ગાયો ભરપુર દૂધ આપતી હતી .

મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૮

%d bloggers like this: