Archive for the ‘વન્દ્યુ’ Tag

શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૫)

 

અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ પાંચમો શ્લોક છે. ( ચોથો શ્લોક )

આ ચર્ચા આગળ વધારતાં વન્દ્યુ કહે છે :

पञ्चाग्नयः पञ्चपदा च पङ्क्ति-
र्यज्ञाः पञ्चैवाप्यथ पञ्चेनद्रियाणि।
दृष्ट्वा वेदे पञ्चचूडाप्सराश्च
लोके ख्यातं पञ्चनदं च पुण्यम् ।।

અર્થાત: યજ્ઞની અગ્નિ પાંચ પ્રકારની છે – (ગાર્હપત્ય, દક્ષિણાગ્નિ, આહવનીય, આવસથ્ય , સભ્યા). પંક્તિ છંદ પાંચ પ્રકારના છે (પહેલી દીર્ઘ અને પછી બે હ્રસ્વ માત્રાવાળો ગણ, બે ગુરુ) . યજ્ઞ પાંચ પ્રકારનાં છે (અગ્નિહોત્ર, દર્શ , સોમ , ચાતુર્માસ્ય , પૌર્ણમાસ). ઇન્દ્રિયો પાંચ છે (વાણી, હાથ, પગ, ગુદા અને લિંગ). વેદમાં પાંચ શિખાવાળી અપ્સરા પણ પાંચ છે . તથા સંસારમાં પવિત્ર નદી પણ પાંચ છે ( ગંગા , જમુના, નર્મદા, સરસ્વતી , ગોદાવરી )

શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૬)