Archive for the ‘શીલનું મહત્વ’ Tag

પૌરાણિક દ્રષ્ટાંત કથા – શીલ (ચારિત્ર્ય) નું મહત્વ

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું.  ભીષ્મ પિતામહ પાસે માત્ર ૫૬ દિવસનું આયુષ્ય બાકી હતું.  ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી મહારાજ યુધિષ્ઠિર ભીષ્મ પિતામહ પાસે રોજ ધર્મનું જ્ઞાન લેવા જતા હતા.
પ્રસ્તુત કથા ત્યાંથી રજુ કરું છું.

युधिष्ठिर उवाच।

इमे जना मनुष्येन्द्र प्रशंसन्ति सदा भुवि।
धर्मस्य शीलमेवादौ ततो मे संशयो महान्।।

यदि तच्छक्यमस्माभिर्ज्ञातुं धर्मभूतां वर।
श्रोतुमिच्छामि तत्सर्वं यथैतदुपलभ्यते।।

कथं तत्प्राप्यते शीलं श्रोतुमिच्छामि भारत।
किंलक्षणं च तत्प्रोक्तं ब्रूहि मे वदतां वर।।

યુધિષ્ઠિર પુછે  છે : હે નરશ્રેષ્ઠ , સંસારમાં શીલ યુકત ધર્મની ઘણી પ્રસંશા સાંભળી છે, જો આપ મને યોગ્ય અધિકારી સમજો તો મને શીલનાં લક્ષણ કયા છે ? અને તેને પ્રાપ્ત કરવાના માર્ગ કયા છે ? તે જણાવવાની કૃપા કરો.

ભીષ્મ પિતામહ કથા  જણાવતાં  કહે છે ” ઈન્દ્રપ્રસ્થમાં જયારે તે રાજસૂર્ય યજ્ઞ સંપન્ન  કર્યો હતો ત્યારે દુર્યોધનને બહુ સંતાપ થયો હતો ત્યારે ત્યાંથી હસ્તિનાપુર પાછા આવી તેને ધ્રુતરાષ્ટ્રને વાત કરી.”

शीलेन हि त्रयो लोकाः शक्या जेतुं न संशयः।
न हि किंचिदसाध्यंवै लोके शीलवतां सताम्।।

एकरात्रेण मान्धाता त्र्यहेण जनमेजयः।
सप्तरात्रेण नाभागः पृथिवीं प्रतिपेदिवान्।।

ધ્રુત્રષ્ટ્રે  તેને સમજાવતા કહ્યું કે ” જો તારે યુધિષ્ઠિર જેવી રાજ્ય લક્ષ્મી અથવા એનાથી વધારે પ્રાપ્ત કરવી હોય તો તારે શીલવાન થવું પડશે. શીલથી ત્રણે લોક જીતી શકાય છે.  શીલથી આ સંસારમાં કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. શીલથી માંન્ધાતા માત્ર એક રાતમાં , જન્મેજય ત્રણ રાત્રીમાં અને નાભાગ સાત રાત્રીમાં પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત કર્યું હતું.”

દુર્યોધનને પૂછ્યું ” આ રાજાઓએ આ શીલ આટલું શીઘ્ર કેવી રીતે પ્રાપ્ત કર્યું હતું ? ”

ધ્રુત્રષ્ટ્રે કહ્યું નારદજીએ કહેલી એક પ્રાચીન ઈતિહાસ કથા છે.  દૈત્યરાજ  પ્રહલાદે પોતાના શીલથી ઈન્દ્રનું રાજ જીતી લીધું હતું. અને ત્રણે લોક પોતાના વશમાં કરી લીધા. ત્યારે ઇન્દ્ર દેવ ગુરુ બૃહસ્પતિ પાસે આ બધું ઐશ્વર્ય પાછુ મેળવવાનો ઉપાય પુછ્યો . બૃહસ્પતિએ ઇન્દ્રને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પાસે જવાની આજ્ઞા કરી. શુક્રાચાર્યે ઇન્દ્રને જણાવ્યું આ આ બાબતમાં વિશેષ જ્ઞાન દૈત્ય રાજ પ્રહલાદ પાસે છે આથી ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધારણ કરી પ્રહલાદ પાસે ગયો. અને તત્ત્વ જ્ઞાનની ભિક્ષા માંગી. પ્રહલાદે જણાવ્યું કે યોગ્યતા વગર હું કોઈને ઉપદેશ નથી આપતો. બ્રાહ્મણે  કહ્યું સારું હું તમારી સાથે રહી મારી યોગ્યતા સિદ્ધ કરીશ અને પછી જો તમને યોગ્ય લાગે તો મને જ્ઞાન આપજો. ઇન્દ્ર નિષ્ઠાથી એની સેવા કરવા લાગ્યો .

धर्मात्मानं जितक्रोधं नियतं संयतेन्द्रियम्।
समासिञ्चन्ति शास्त्रज्ञाः क्षौद्रं मध्विव मक्षिकाः।।

પ્રહલાદ એની સેવાથી પ્રસન્ન થઇ તેને તત્વ જ્ઞાન આપ્યું : “હું ‘રાજા’ થઇ અભિમાન નથી કરતો . બ્રાહ્મણોની સેવા કરું છું . કોઈમાં દોષ નથી  કાઢતો . હંમેશા ધર્મમાં મન રાખું છું  . ક્રોધને જીતી , મનને વશમાં રાખી અને ઇન્દ્રિયો પર સંયમ રાખું છું . આથી મને વિદ્વાન બ્રાહ્મણ ઉત્તમ ઉપદેશ અને વરદાન આપે છે જેથી હું ત્રણે લોક પર શાસન કરું છું  .”

તે ઉપરાંત બ્રાહ્મણની પાત્રતા જોઈ પ્રહલાદે એને મનવાંછિત વરદાન માંગવા કહ્યું . ઇન્દ્રે કહ્યું જો તમે મારા પર પ્રસન્ન થયા છો તો મને તમારું શીલ ગ્રહણ કરવાની ઈચ્છા છે. આવું વરદાન સાંભળી , પ્રહલાદને આશ્ચર્યતો થયું પણ વચન આપ્યું હોવાથી તેને “તથાસ્તુ” કહ્યું . ઈન્દ્ર તરત ત્યાંથી અંતર્ધ્યાન થયા અને જોતજોતામાં પ્રહલાદના શરીરમાંથી એક પરમ કાન્તિમય તેજ  પ્રગટ થયું .

तमपृच्छन्महाराजः प्रह्लादः को भवानिति।

પ્રહલાદે પૂછ્યું ” તમે કોણ  છો ? ”

प्रत्याह तं तु शीलोस्मि त्यक्तो गच्छाम्यहं त्वया।।

તેનો જવાબ મળ્યો ” હું શીલ છું . તે મારો ત્યાગ કર્યો છે આથી હું આ બ્રાહ્મણનાં શરીરમાં રહીશ”

હજી તો એ તેજ અદ્રશ્ય થાય ત્યાં તો બીજું અનુપમ તેજ પ્રગટ થયું

પ્રહલાદે પૂછ્યું ” તમે કોણ  છો ? ”

धर्मं प्रह्लाद मां विद्धि यत्रासौ द्विजसत्तमः।
तत्र यास्यामि दैत्येन्द्र यतः शीलं ततो ह्यहम्।।

તેનો જવાબ મળ્યો ” હું ધર્મ છું . હું એ જ શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે જાવ છું  કારણકે જ્યાં શીલ છે ત્યાં જ હું રહું છું”

જ્યાં એ બીજું તેજ પ્રયાણ કરે છે ત્યાં તો ત્રીજું તેજ એના શરીરમાંથી પ્રગટ થયું.

પ્રહલાદે પૂછ્યું ” તમે કોણ  છો ? ”

सत्यं विद्ध्यसुरेन्द्राद्य प्रयास्ये धर्ममन्वहम्।।

તેનો જવાબ મળ્યો ” હું સત્ય  છું . અને ધર્મની પાછળ જાવ છું”.

ફરી ચોથું તેજ  પ્રગટ થયું .

પ્રહલાદે પૂછ્યું ” તમે કોણ  છો ? ”

निश्चक्राम ततस्तस्मात्पृष्टश्चाह महातपाः।।

તેનો જવાબ મળ્યો ” હું સદાચારછું . અને સત્ય ની પાછળ જાવ છું”

वृत्तं प्रह्लाद मां विद्धि यतः सत्यं ततो ह्यहम्।

ત્યાં મોટી ગર્જના કરતો એક પુરુષ પ્રકૃતિ એના શરીરમાંથી પ્રગટ થઇ।

પ્રહલાદે પૂછ્યું ” તમે કોણ  છો ? ”

पृष्टश्चाह बलं विद्धि यतो वृत्तमहं ततः।

તેનો જવાબ મળ્યો ” હું બળ  છું . અને સદાચારની પાછળ જાવ છું”

અને છેવટે એક પ્રભાવશાળી દેવી તેના શરીરમાંથી પ્રગટ થઇ .

પ્રહલાદે પૂછ્યું ” તમે કોણ  છો ? ”

उषिताऽस्मि सुखं नित्यं त्वयि सत्यपराक्रम।
त्वया युक्ता गमिष्यामि बलं ह्यनुगता ह्यहम्।।

તેનો જવાબ મળ્યો  ” હું લક્ષ્મી  છું . તે મારો ત્યાગ કર્યો છે આથી હું બળની પાછળ જાવ છું”

હવે પ્રહલાદ અધીરો બન્યો અને પૂછ્યું ” એ બ્રાહ્મણ કોણ હતો ?”

शीलेन हि त्रयो लोकास्त्वया धर्मज्ञ निर्जिताः।
तद्विज्ञाय सुरेन्द्रेण तव शीलं हृतं प्रभो।।

धर्मः सत्यं तथा वृत्तं बलं चैव तथाऽप्यहम्।
शीलमूला महाप्राज्ञ सदा नास्त्यत्र संशयः।।

લક્ષ્મીજીએ જવાબ આપ્યો ” તે ઇન્દ્ર હતો . તે શીલ  દ્વારા સમગ્ર ઐશ્વર્ય અને લોક પ્રાપ્ત કર્યા હતા અને ઇન્દ્રે તારી પાસેથી એનું અપહરણ કર્યું છે. ધર્મ , સત્ય , સદાચાર , બળ અને હું , અમે સહુ શીલનાં આધાર ઉપર છે. આ શીલ અમારું જડ -મૂળ છે”

આટલું કહી લક્ષ્મીજી ત્યાંથી નીકળી ગયા .

ફરી દુર્યોધને ધ્રુતરાષ્ટ્રનેપૂછ્યું ” આ શીલનું તત્વ  શું છે? ”

अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा।
अनुग्रहश्च दानं च शीलमेतत्प्रशस्यते।।

यदन्येषां हितं न स्यादात्मनः कर्म पौरुषम्।
अपत्रपेत वा येन न तत्कुर्यात्कथंचन।।

ધ્રુતરાષ્ટ્ર  જણાવે છે કે હું સંક્ષિપ્તમાં તને જણાવું છું. “મન , વાણી અને શરીરથી કોઈ પણ પ્રાણી સાથે દ્રોહ ના કરવો . સહુ પર દયા કરો , પોતાની શક્તિ અનુસાર દાન કરો  – આ જ ઉત્તમ શીલનાં  લક્ષણ છે. જેની સર્વ લોકો પ્રસંશા કરે છે . જે કર્મ કરવાથી સંકોચ થાય અથવા જે કોઈના ભલા માટે ના થાય તે ક્યારે ના કરવું જોઇયે .”

આ કથા પરથી એ સમજવા મળે છે કે ”

  • તમે વિજયી રાજા છો કે રંક , જો તમને જ્ઞાન મેળવવું હોય તો તમારામાં દીનતા અને વાણીમાં આદર હોવો બહુ જરૂરી છે.
  • જગતમાં તમારા ચારિત્ર્યથી વિશેષ કઈ નથી . એટલે જ કહેવાય છે કે  જો તમ ધન ગુમાવો તો કશું નથી ગુમાવ્યું . જો તમે સ્વાસ્થ ગુમાવો તો કંઈક ગુમાવ્યું છે પણ જો તમે ચરિત્ર ગુમાવ્યું તો તમે બધું જ ખોઈ  બેઠા છો . If you lose your wealth, you have lost nothing, If you lose your health, you have lost something, But if you lose your character, you have lost everything.
%d bloggers like this: