Archive for the ‘શ્રીકૃષ્ણ સ્તુતિ’ Tag

શ્લોક: શ્રીકૃષ્ણ સ્તુતિ ૫

ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि |
प्रद्युम्नायानिरुद्धाय नमः सङ्कर्षणाय च ||

અર્થાત : હે ભગવાન (કૃષ્ણ) તમને નમસ્કાર કરું છું. હે વાસુદેવ , હે પદ્યુંમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ ભગવાનને નમસ્કાર છે.

શ્રીમદ ભાગવતના દસમા સ્કંધના પ્રથમ ચાર અધ્યાય સ્વરૂપ ભગવાનનાં ચાર વ્યુહનાં પ્રાગટ્યનું વર્ણન છે. આ દરેક વ્યૂહ વસુદેવજીના અંતરમાં પ્રગટ થાય છે.

પ્રથમ અધ્યાયમાં વસુદેવજીના હૃદયમાં ભગવાન વ્યૂહ રૂપે પ્રગટ થયાં અને ક્રોધનાં આવેશમાં પોતાની બહેનનો વધ કરવા તૈયાર થયેલાં કંસને સમજાવીને દેવકીજીનું મૃત્યુ અટકાવ્યું.

બીજા અધ્યાયમાં દૈત્ય વધ માટે સંકર્ષણ વ્યૂહનું પ્રાકટ્ય કહ્યું છે. અહી ભગવાને પોતાના છ ભાઈઓ જે બ્રહ્માના શ્રાપથી અસુર યોનીમાં ભટકતાં હતા તેમનો ઉદ્ધાર કરવા આ વ્યૂહ રૂપે જન્મેલા હતા , વાસુદેવ જેવાં પરમ જ્ઞાની અને સત્ય વચની પુરુષ નિર્દોષ બાળકોનો વધ કરાવા કંસ જેવા પાપીને કઈ રીતે આપી શકે ?

ત્રીજા અધ્યાયમાં વંશ સબંધ માટે પ્રદ્યુમ્ન વ્યૂહનું પ્રાકટ્ય કહ્યું છે. પૂર્વાવતારમાંદીધેલા વચનથી પ્રભુ પુત્રત્વ પ્રગટ કરે છે , પણ હકીકતમાં ભગવાન કોઈના પુત્ર નથી (अंशभागेन)

ચોથા અધ્યાયમાં ધર્મરક્ષક અનિરુદ્ધ રૂપે પ્રગટ થયાં , જેને કોઈ વસ્તુ , વ્યક્તિ કે વાતનો અવરોધ નથી , જે કંસના કેદખાનાનાં બધાં બંધનો ખોલી ગોકુળ પહોંચી ગયા

–શ્રીમદ ભાગવત રસાસ્વાદમાંથી (દસમો સ્કંધ)