જાણવા જેવું : ગ્રહ-નક્ષત્રોની આરાધના વિષે માન્યતા

દેવી ઉમા ભગવાન શંકરને ધર્મ ચર્ચા કરતા પૂછે છે :

भगवन्भगनेत्रघ्न मानुषाणां विचेष्टितम्।
सर्वमात्मकृतं चेति श्रुतं मे भगवन्मतम्।।

लोके ग्रहकृतं सर्वं मत्वा कर्म शुभाशुभम्।
तदेव ग्रहनक्षत्रं प्रायशः पर्युपासते।
एष मे संशयो देव तं मे त्वं छेत्तुमर्हसि।।

– મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૨૨૫

અર્થાત – હે ભગવાન , તમારા મત પ્રમાણે મનુષ્યની જે સારી અવસ્થા અને અવદશા થાય છે તેનું કારણ તેનાં પોતાના કર્મોનું ફળ છે. તે છતાં આ જગતમાં એવું ધ્યાનમાં આવે છે કે લોકો દરેક શુભ-અશુભ કર્મોનું કારણ ગ્રહ સાથે જોડે છે અને પહેલેથી ગ્રહ-નક્ષત્રોની આરાધના કરે છે. શું આ માન્યતા યોગ્ય છે ? તમે મારા આ સંશયનું નિવારણ કરો

ભગવાન શંકર ઉત્તર આપતાં કહે છે :

नक्षत्राणि ग्रहाश्चैव शुभाशुभनिवेदकाः।
मानवानां महाभागे न तु कर्मकराः स्वयम्।।

प्रजानां तु हितार्थाय शुभाशुभविधिं प्रति।
अनागतमतिक्रान्तं ज्योतिश्चक्रेण बोध्यते।।

किन्तु तत्र शुभं कर्म सुग्रहैस्तु निवेद्यते।
दुष्कृतस्याशुभैरेव समावायो भवेदिति।।

तस्मात्तु ग्रहवैषम्ये विषमं कुरुते जनः।
ग्रहसाम्ये शुभं कुर्याज्ज्ञात्वाऽऽत्मानं तथा कृतम्।।

અર્થાત – આ બાબતમાં જે સિદ્ધાંત મત છે તે સાંભળો , ગ્રહ અને નક્ષત્ર મનુષ્ય માટે માત્ર શુભ અને અશુભ ઘટનાનું સૂચન કરવા વાળા છે . તેઓ સ્વયં કોઈ કાર્ય કરતાં નથી . પ્રજાનાં હિત માટે જ્યોતિષ મંડળનું નિર્માણ કરવામાં આવ્યું છે જે ભૂત અને ભવિષ્યમાં થનાર શુભ અને અશુભ ફળનો બોધ કરાવી શકે. પરંતુ શુભ કર્મ ફળની સૂચના ઉત્તમ ગ્રહોની પ્રાપ્તિથી થાય છે , દુષ્કર્મોના ફળની સૂચના અશુભ ગ્રહોની પ્રાપ્તિથી થાય છે . પણ ગ્રહ – નક્ષત્રો શુભાશુભ કર્મ ફળ ઉપસ્થિત નથી કરતાં – સ્વકર્મો શુભ-અશુભ ફળ ઉત્પાદિત કરે છે . ગ્રહોએ કાંઈ કર્યું છે એ વાત લોકોનો મિથ્યા બકવાટ છે.